Sarvoday Aashram Valam
સત્ય    પ્રેમ    કરુણા
Photos
About Sarvoday Aashram
ઈ.સ. ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે હજારો વર્ષની ગુલામીની યાતનાઓમાંથી ભારત વર્ષ આઝાદ થયું મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે સત્યાગ્રહનો જે સતત જંગ ખેલાયો. ભારતની પ્રજામાં જે વિરાટ જાગ્યો અને કેટલા લાડકલાયાઓના બલિદાનના પરિણામે ભારત સંપૂર્ણ આઝાદ થયું. ઈતિહાસે ન કલ્પેલી એવી ઘટના બની. અહિંસા રાજકીય આઝાદી લાવવામાં કામયાબ બની. અહિંસાનો વિજય થયો અને અંગ્રેજી શાસનનો અંત આવ્યો.
પરંતુ આઝાદીનું પ્રથમ વર્ષ ઉજવીએ તે પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા થઈ. આ બલિદાનના કારણે દેશમાં ગાંધીને પુનઃ પ્રગટાવવા ગાંધી પ્રવૃત્તિઓ શરૂ કરવા અને ગાંધી વિચારના પ્રવાહને ચાલુ રાખવા કેટલાક બુધ્ધિજીવીઓના દિલ અને દિમાગમાં મંથનો પ્રગટ્યા. વિસનગરના ગોલવાડના એક પ્રખ્યાત ધારાશાસ્ત્રીના દિલમાં પણ વિચારવલોણું શરૂ થયું મહાભિનિષ્ક્રમણ વખતે ગૌતમના શિષ્ય સમક્ષ એકબાજુપિતાનું રાજ્ય, વૈભવ, વારસો, યશોધરાનું અનુપમ લાવણ્ય અને બાળક રાહુલના માયા મમતાનો ખજાનો. તો બીજી બાજુ સમગ્ર જગતને જરા મૃત્યુમાંથી મુક્તિ અપાવવા માટેની તપ સાધનાનો વિકટપંથ હતો. આ બે વચ્ચે પ્રેમ અને શ્રેયમાંથી કોની પસંદગી કરવી. ૧. ગૌતમે મહાભિનિષ્ક્રમણ આદર્યું. શ્રી રતિભાઈ સમક્ષ આવી મંથનની પળો હતી. એક બાજુ સુખબશૈયા, આરામ, વૈભવ હતો તો બીજીબાજુ ઉગ્ર તપ સાધના હતી. છેવટે એમના હૈયાનો તારક એમને ત્યાગના પંથે દોરી ગયો અને તેમણે ૨૮ મી ૧૯૪૯ ના રોજ સર્વોદય આશ્રમ વાલમની સ્થાપના કરી. રૂપેણ નદીના કિનારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જમીન આપી. આ જમીન ખાડા ટેકરાવાળી, ઝાડ ઝાંખરાંવાળી અને બિન ખેડાણવાળી હતી. તેને ખેતી અને રહેઠાણ યોગ્ય બનાવવા જબરો પુરુષાર્થ કરવો પડ્યો હતો. તેમના પુણ્યપ્રતાપે એક વિપ્રપુત્ર ભૂમિની ગ્રામલક્ષી પ્રગટાવવા પ્રયત્નશીલ બન્યો અને તેમાં સફળ રહ્યો.
સર્વોદય આશ્રમ વાલમ ખાતે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી. ખાદી ઉત્પાદન, સાબુ ઉત્પાદન, તેલધાી, અરજીમ કાર્યાલય, ગૌશાળા, વિચરતી જાતીના બાળકોની નિવાસી શાળા સજીવ ખેતીના પ્રયોગો શરૂ થયા. આ પ્રવૃત્તિઓ વિભાગવાર કેવી રીતે વિકસી તેનો પરિચય મેળવીએ.
પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિઓ
વાન પ્રસ્થાશ્રમ
આશ્રમના રજતતિ ઉત્સવ નિમિત્તે એક કાયમી સ્મારકથવું એઈએ. એવી શ્રી રતિભાઈ જોષીની ઈચ્છ હતી. તે ઈચ્છના ફળસ્વરૂપે આશ્રમના પરિવારે તથા શુભેચ્છકો અને મિત્રોએ પૂ. ભાઈની પીપૂર્તિ નિમિત્તે સ્વેચ્છાએ કોઈપણ જીતના પ્રચાર કે પ્રયત્ન વિના આશરે રૂા. પ00 ફાળો એકત્ર કરી તેમને અર્પણ કર્યા. આ કાળામાં શ્રી રતિભાઈએ પોતાના પિતાની સ્મૃતિરૂપે રૂા. પ00 ઉમેરી આશ્રમને આપ્યો. આશ્રમે વૃધ્ધજનો અને નિવૃત્તજનો આશ્રમમાં રહી શકે, ઘર જેવી કુપા મળી રહે. પોતાનું શેષજીવન પરિવારમાં રહેતા હોય એ રીતે પૂરું કરે તેના માટે રતિભાઈ એષીએ વાનપ્રસ્થાશ્રમની શરૂઆત કરી હાલ વાનપ્રસ્થાશ્રમ ૧૭ વૃધ્ધોને રાખી શકાય તેવી વ્યવસ્થા છે. અત્યારે ૧૫ વૃધ્ધ ભાઈ-બહેનો રહે છે. આ વૃધ્ધજનોને બે સમય ભોજન સવારે ચા-પાણી તથા દરેકને સંડાશ-બાથરૂમ સાથેનો સ્વતંત્ર રૂમ આપવામાં આવે છે. તેમની પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. વાન પ્રસ્થાશ્રમમાં દાન આપવા માટે નીચે દર્શાવેલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરશો.
આ દાન ૮૦-બ કલમ હેઠળ કરમુક્ત છે.
દાન માટે
બેંક ઓફ બરોડા વાલમ શાખા RTGS/NEFT/IFSC is BARD00BVALA સેવિંગ એકાઉન્ટ નંબર 64790100004758 શ્રી રતિલાલ જોષી વનપ્રસ્થશરમ, વાલમ
સાબુ વિભાગ
અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવાનો ઉદ્યોગ ૧૯૫૫ થી મોટા પાયા પર શરૂ થયો. નાહવાની ભારતી કાલિક સાબુ અને કપડાં ધોવાનો સાબુ જેટલી ઉત્પન્ન થાય છે. નેટલો બધાં જ વેચાઈ ય છે.
૧૯૭૩-૭૪ થી ૨૦૨૨-૨૩ સુધી
ઉત્પાદન : ૮, ૦૪, ૦૨, ૦૨૬. રૂા.
ખર્ચ : ૮,૨૧,૫૪,૪૨૯ રૂા.
@ Copyright 2024 Sarvodaya Ashram
સર્વોદય આશ્રમ (Dahyabhai Patel - Mob No : 9913817184 )
તાલુકો વિસનગર
વાલમ
Developed By Jitendra H. Darji
