Sarvoday Aashram Valam

સત્ય    પ્રેમ    કરુણા


Photos

Image

About Sarvoday Aashram

ઈ.સ. ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે હજારો વર્ષની ગુલામીની યાતનાઓમાંથી ભારત વર્ષ આઝાદ થયું મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે સત્યાગ્રહનો જે સતત જંગ ખેલાયો. ભારતની પ્રજામાં જે વિરાટ જાગ્યો અને કેટલા લાડકલાયાઓના બલિદાનના પરિણામે ભારત સંપૂર્ણ આઝાદ થયું. ઈતિહાસે ન કલ્પેલી એવી ઘટના બની. અહિંસા રાજકીય આઝાદી લાવવામાં કામયાબ બની. અહિંસાનો વિજય થયો અને અંગ્રેજી શાસનનો અંત આવ્યો.

પરંતુ આઝાદીનું પ્રથમ વર્ષ ઉજવીએ તે પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા થઈ. આ બલિદાનના કારણે દેશમાં ગાંધીને પુનઃ પ્રગટાવવા ગાંધી પ્રવૃત્તિઓ શરૂ કરવા અને ગાંધી વિચારના પ્રવાહને ચાલુ રાખવા કેટલાક બુધ્ધિજીવીઓના દિલ અને દિમાગમાં મંથનો પ્રગટ્યા. વિસનગરના ગોલવાડના એક પ્રખ્યાત ધારાશાસ્ત્રીના દિલમાં પણ વિચારવલોણું શરૂ થયું મહાભિનિષ્ક્રમણ વખતે ગૌતમના શિષ્ય સમક્ષ એકબાજુપિતાનું રાજ્ય, વૈભવ, વારસો, યશોધરાનું અનુપમ લાવણ્ય અને બાળક રાહુલના માયા મમતાનો ખજાનો. તો બીજી બાજુ સમગ્ર જગતને જરા મૃત્યુમાંથી મુક્તિ અપાવવા માટેની તપ સાધનાનો વિકટપંથ હતો. આ બે વચ્ચે પ્રેમ અને શ્રેયમાંથી કોની પસંદગી કરવી. ૧. ગૌતમે મહાભિનિષ્ક્રમણ આદર્યું. શ્રી રતિભાઈ સમક્ષ આવી મંથનની પળો હતી. એક બાજુ સુખબશૈયા, આરામ, વૈભવ હતો તો બીજીબાજુ ઉગ્ર તપ સાધના હતી. છેવટે એમના હૈયાનો તારક એમને ત્યાગના પંથે દોરી ગયો અને તેમણે ૨૮ મી ૧૯૪૯ ના રોજ સર્વોદય આશ્રમ વાલમની સ્થાપના કરી. રૂપેણ નદીના કિનારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જમીન આપી. આ જમીન ખાડા ટેકરાવાળી, ઝાડ ઝાંખરાંવાળી અને બિન ખેડાણવાળી હતી. તેને ખેતી અને રહેઠાણ યોગ્ય બનાવવા જબરો પુરુષાર્થ કરવો પડ્યો હતો. તેમના પુણ્યપ્રતાપે એક વિપ્રપુત્ર ભૂમિની ગ્રામલક્ષી પ્રગટાવવા પ્રયત્નશીલ બન્યો અને તેમાં સફળ રહ્યો.

સર્વોદય આશ્રમ વાલમ ખાતે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી. ખાદી ઉત્પાદન, સાબુ ઉત્પાદન, તેલધાી, અરજીમ કાર્યાલય, ગૌશાળા, વિચરતી જાતીના બાળકોની નિવાસી શાળા સજીવ ખેતીના પ્રયોગો શરૂ થયા. આ પ્રવૃત્તિઓ વિભાગવાર કેવી રીતે વિકસી તેનો પરિચય મેળવીએ.

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

Image

વાન પ્રસ્થાશ્રમ

આશ્રમના રજતતિ ઉત્સવ નિમિત્તે એક કાયમી સ્મારકથવું એઈએ. એવી શ્રી રતિભાઈ જોષીની ઈચ્છ હતી. તે ઈચ્છના ફળસ્વરૂપે આશ્રમના પરિવારે તથા શુભેચ્છકો અને મિત્રોએ પૂ. ભાઈની પીપૂર્તિ નિમિત્તે સ્વેચ્છાએ કોઈપણ જીતના પ્રચાર કે પ્રયત્ન વિના આશરે રૂા. પ00 ફાળો એકત્ર કરી તેમને અર્પણ કર્યા. આ કાળામાં શ્રી રતિભાઈએ પોતાના પિતાની સ્મૃતિરૂપે રૂા. પ00 ઉમેરી આશ્રમને આપ્યો. આશ્રમે વૃધ્ધજનો અને નિવૃત્તજનો આશ્રમમાં રહી શકે, ઘર જેવી કુપા મળી રહે. પોતાનું શેષજીવન પરિવારમાં રહેતા હોય એ રીતે પૂરું કરે તેના માટે રતિભાઈ એષીએ વાનપ્રસ્થાશ્રમની શરૂઆત કરી હાલ વાનપ્રસ્થાશ્રમ ૧૭ વૃધ્ધોને રાખી શકાય તેવી વ્યવસ્થા છે. અત્યારે ૧૫ વૃધ્ધ ભાઈ-બહેનો રહે છે. આ વૃધ્ધજનોને બે સમય ભોજન સવારે ચા-પાણી તથા દરેકને સંડાશ-બાથરૂમ સાથેનો સ્વતંત્ર રૂમ આપવામાં આવે છે. તેમની પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. વાન પ્રસ્થાશ્રમમાં દાન આપવા માટે નીચે દર્શાવેલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરશો.

આ દાન ૮૦-બ કલમ હેઠળ કરમુક્ત છે.
દાન માટે

બેંક ઓફ બરોડા વાલમ શાખા RTGS/NEFT/IFSC is BARD00BVALA સેવિંગ એકાઉન્ટ નંબર 64790100004758 શ્રી રતિલાલ જોષી વનપ્રસ્થશરમ, વાલમ

Image

સાબુ વિભાગ

અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવાનો ઉદ્યોગ ૧૯૫૫ થી મોટા પાયા પર શરૂ થયો. નાહવાની ભારતી કાલિક સાબુ અને કપડાં ધોવાનો સાબુ જેટલી ઉત્પન્ન થાય છે. નેટલો બધાં જ વેચાઈ ય છે.

૧૯૭૩-૭૪ થી ૨૦૨૨-૨૩ સુધી

ઉત્પાદન : ૮, ૦૪, ૦૨, ૦૨૬. રૂા.

ખર્ચ : ૮,૨૧,૫૪,૪૨૯ રૂા.

Image

તેલ ઘાણી

પ્રજાને શુધ્ધ અને સાત્વિક કચરીયુ મળે તે ઉદ્દેશથી સંસ્થાએ સને ૧૯૬૦ થી તેલધાણી ઉદ્યોગ શરૂ કર્યો છે.વાલમ આશ્રમનું કચરીયું એટલું બધુ પ્રખ્યાત છે કે પરદેશમાં પણ આપણું કચરીયું લોકો મંગાવે છે.સને ૧૯૭૩-૭૪ થી સને ૨૦૨૨-૨૩ સુધીમાં વેચાયા

સને ૧૯૭૩-૭૪ થી સને ૨૦૨૨-૨૩ સુધીમાં

ઉત્પાદન : ૧,૦૫,૮૫,૪૮૦ રૂા.

ખર્ચ : ૧,૧૪,૯૮,૬૩૦ રૂા.

Image

આશ્રમ શાળા

મુખ્યત્વે સરકારની યોજના પ્રમાણે ૧૯૬૧-૬૨ થી વિચરતી જીતિ માટે આશ્રમશાળાનો આરંભ થતાં આશ્રમશાળાના બાળકો જેમાં મુખ્યત્વે વાઘરી કોમના બાળકોને છાત્રાલયમાં પ્રવેશ આપ્યો. આ શાળા અને છાત્રાલયનાં ૧૪૮ બાળકો છે. આ શાળામાં વધુમાં વધુ ૧૫૦ બાળકોને રાખવાની સગવડછે. આ બાળકોને અભ્યાસ સાથે સંસ્કારોનું શિક્ષણ અપાય છે.

૧૯૬૨ થી અત્યાર સુધી કુલ બાળકોની સંખ્યા.

કુલ ૩૧૯૭ જેમાં ૫૪ કન્યા અને ૨૨૪૩ કુમાર.

Image

સરંજામ વિભાગ

રામ્ય જીવનને અત્યંત જરૂરી એવા ગામડામાં વસતા સુથાર, લુાર કોમના કારીગરોને ઉપયોગી સમ ગ્રામસમાજને ઉપકારક સુથારી, લુહારી સેવાકેન્દ્ર અહીં ચાલે છે. આસપાસના ખેડૂતોની સગવડ સચવાય તે દૃષ્ટિએ ખેતી ઉપયોગી ઓજારો બનાવી વેચાણ કરવામાં આવે છે. તદુપરાંત જરૂરિયાત પ્રમાણે ફર્નિચર, ટેબલ, તિજોરી, ખુરશીઓ, શાળાઓ માટે બેન્ચીસ વગેરે બનાવી આપવામાં આવે છે.

૧૯૭૨ થી આજ સુધી ખાદી ઉત્પાદન અને વેચાણના આંકડા નીચે મુજબ છે.

૧૯૭૩-૭૪ થી ૨૦૨૨-૨૩સુધી.

ઉત્પાદન : ૬,૧૭,૯૩૪૭૯ . રૂા.

ખર્ચ : ૬,૧૪,૭૧,૩૩૬ રૂા.

Image

ખાદી Pravruti

આશ્રમને સ્વાવલંબી બનાવવામાં ખેતીની સાથે તેની ખાદી પ્રવૃત્તિ પણ છે. ઉત્પન્ન થયેલ ખાદીને વેચવા માટે ખાદી ફેરી કરી આસપાસના ગામોમાં ખાદી વેચાણનું કાર્ય થતું આજે ખાદી ભંડારો દ્વારા લાખો રૂપિયાની ખાદીનું વેચાણ થાય છે. વિસનગર વાલમ આશ્રમ, ઊંઝા, સિધ્ધપુર અને વડનગરમાં ખાદી ભંડારો ચાલે છે. કાજએકમો સ્વનિર્ભર છે. અને કોઈપણ પ્રકારના નુકશાન વગર ચાલે છે. ને ભંડારોમાંથી ગામઉદ્યોગમાંથી ઉત્પાદન કરેલ તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. એક રીતે કહીએ તો રામવાસીઓનું અપનાબાર. આ સંસ્થા અને તેના કાર્યકરોએ ખાદી ઉત્પાદન અને તેના વિકાસ પાછળ ખૂબ જ રસ ધરાવે છે. જેની પ્રતીતિ નીચે આપેલ આંકડા પરથી થશે.

૧૯૭૨ થી આજ સુધી ખાદી ઉત્પાદન અને વેચાણના આંકડા નીચે મુજબ છે.

૧૯૭૩-૭૪થી ૨૦૨૨-૨૩ સુધી.

ઉત્પાદન : ૨૩,૨૭,૯,૯૮૪. રૂા.

ખર્ચ : ૨૬,૩૨૦,૨૨,૨૪૧. રૂા.

Image

ગૌ શાળા

પૃથ્વી સાથે નાતો બાંધનાર માનવીને પશુ સાથે પણ નાતો રાખવો પડે છે. એ જ રીતે કૃષિનિર્ભર સંસ્થાએ પણ પશુપાલન તથા પશુસુધારણાનું કાર્ય કરવું પડે. આજે આશ્રમમાં લગભગ ૨૦ ગાયો છે. આ ગાયોની ઓલાદ અને દૂધ ઉત્પાદન નિહાળીને આસપાસના ખેડૂતોના દિલમાં ગાય પ્રત્યે મમતા કેળવાઈ ભેંસ જ નહીં. ગાય પણ શોભા છે. એ સમજાવતાં અને આર્થિક રીતે ગોપાલન ખોટનો ધંધે નથી તેની ખાતરી થતાં લગભગ ૩૦ ખેડૂતોએ ગાયોને પાળી છે અને તેના મીઠા ફળ મેળવ્યા. ખેતી પ્રવૃત્તિની માફક ગૌપાલન પ્રવૃત્તિ પણ સ્વર્નિર્ભર છે. ગાયોનું દૂધ અને તેના ખોરાક સંબંધ શાસ્ત્રીય રે નોંધ પણ રાખવામાં આવી પરિણામે સારી સફળતા મળી

Image

ખેતી પદ્ધતિ

આશ્રમ સ્વર્નિભર થવો જોઈએ એ તેના ઉત્પાદનમાંથી જ તેનો ખર્ચ નીકળવો જોઈએ. કોઈના ઉપરઆધારિત રહ્યા વિના, કોઈના ફંડફાળાની અપેક્ષા વગર, કોઈની સમક્ષ હાથ લાંબો કર્યા સિવાય આશ્રમની પ્રવૃત્તિઓ વિકસે એ દૃષ્ટિ રાખી આશ્રમે લગભગ ૭૦ વીઘા જમીન ખેતી માટે રાખવાનું યોગ્ય માન્યુ. ખેડ, ખેતર અને પાણી સારો પાક મેળવવા જરૂરી છે જુદી જુદી જાતની ખેડો ઋતુ પ્રમાણે કરીને તેને યોગ્ય ખાતર અને પાણી પુરૂ પાડીને વસુંધરામાંથી પાક રૂપે ધાન પેદા કરવામાં આશ્રમને જે સફળતા પ્રાપ્ત થઈ છે. તેના કારણે આસપાસના પ્રદેશને, ખેડૂતવર્ગને જે માર્ગદર્શન મળ્યું છે . તે બધુ શબ્દોમાં આલેખવું અઘરૂ છે. સખત પરિશ્રમ અને તસ્કરવિધામાં પ્રવીણ એવા આસપાસના ઠાકોર કુટુંબોને મહેનત કરવાના પંથે વાળવો એ નાનુ સુનું કામ નથી. આજ પાકો, શાકભાજી પૈકી આશ્રમવાસીઓને જરૂરિયાત પૂરતુ યોગ્યભાવે પૂરું પાડી. બજારમાં તેમની આજીવિકાનો પ્રશ્ન હલ કરી બાકીનું બજારનું વેચવાની પ્રથા પાડી આશ્રમ તેના અંતેવાસીઓના રોટલાનો પ્રશ્ન સહેલાઈથી ઉકેલી શક્યો.

૧૯૭૨ થી આજ સુધી ખેતી ઉત્પાદન તથા વેચાા નીચે મુજબ રહ્યું.

૧૯૭૩ થી ૨૦૨૨-૨૩ સુધી.

ઉત્પાદન : ૧,૪૯,૪૫,૯૫૦ રૂા.

ખર્ચ : ૧,૦૯,૪૦,૨૮૦ રૂા.



@ Copyright 2024 Sarvodaya Ashram

સર્વોદય આશ્રમ (Dahyabhai Patel - Mob No : 9913817184 )

તાલુકો વિસનગર

વાલમ

Developed By Jitendra H. Darji